રહીશું અમે રાહ જોતા કતારે,
હતા એ કતારે જ, જ્યાં સૌ વિસારે.
કદી દીપ અજવાળું કરતાં નકારે?
કદી બાપને પુત્ર બોલે 'તુૃં' કારે?
અરે ! ક્યાં કહ્યું આપ મારે સહારે !
સમંદરને પૂછો, શું રહેશે કિનારે?
ભલા છીપ-મોતી શું કરવા અમારે?
કદી સૂકું મીઠું, કદી મનવિહારે...!
તું ચાલે ભલે આંગળીના ઈશારે,
વિસારો છતાં મન 'અમી'નું ખુમારે...
અમિરામ..🌺