Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંદિરની ભીતર જે હતો પથ્થર ફરાર છે ,
સ્થાપ્યો હતો શ્રદ્ધા વગર ઈશ્વર ફરાર છે.

દાવા હજારો હોય છે સૌ પુણ્યશાળીના,
એની ફિકરમાં સ્વર્ગનો દાદર ફરાર છે.

મેં હોંસલો બુલંદ રાખ્યો જીત નો સતત,
શંકા કુશંકાના બધા લશ્કર ફરાર છે.

સ્રીએ ગુનો સ્વીકારી લીધો પાપી પેટનો,
પગમાં હતી સોનાની એ ઝાંઝર ફરાર છે.

આરોપ તો શિક્ષણ પ્રણાલી પર હતો છતાં,
બાળકની સાથે એમના દફતર ફરાર છે.

છાતી ઉપર ઊગાડશે મોટી ઈમારતો,
શહેરીકરણના ડરથી સૌ ખેતર ફરાર છે.

ખાબોચિયા કીચડ ઉછાળે બીજું શું કરે,
એવું ન સમજો બીકથી 'સાગર' ફરાર છે.
રાકેશ સગર ,સાગર, વડોદરા

Gujarati Poem by Rinku Panchal : 111632703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now