એકલતાના રણમાં કેમ ,
ભટકો આમતેમ તમે
નથી એકલા,મનમીત મારા,
હું આવું છું હળવે,
ભલે,મારગ નથી,આવનનો,
કે વળી જવાનો પણ
તોય,હું આવીશ,જરૂર,તમારો
બંધ મારગ ખોલવાને
બાંધું છું આશાઓનો બંધ,
બંધ આંખોમાં શમણે
ચાલ,બાંધીએ હેતપ્રીતથી ,
પ્રેમનો મહેલ આકાશે
જ્યાં ધબકે શ્વાસ ,હેતના
ને,હૈયા ઉમંગે છલકે
એમ,રોજ સવારે,પંખી સંગે
ઉંડુ ,હું પ્રીતની પાંખે
મિલન તો થાય છે,રોજ
અમસ્તાય દિલના દ્વારે
આશ કેવળ,એક જ હૈયે
પ્રીત પાંગરે રણ માંહી
તોય તેની સુગંધે દુનિયા ડોલે
"અલ્પા"