શુભ સવાર...
તાજેતર માં વાચેલી એક નવલકથા " નોર્થપોલ " વિશે વાત કરવા માંગુ છું ..
શું સત્ય બતાવવાની આશાએ એક લેખક સત્વ ચૂકી જાય તો ચાલે???
શું ગુજરાતી ભાષા પાસે શબ્દો એટલા ઓછા છે કે કોઈ ઘટના ને વાસ્તવિક બતાવવા અભદ્ર શબ્દો નો ઉપયોગ કરવો પડે???
આવુજ સત્ય લખવાની એક આદત હતી મંટો ને , પણ એમના મે વાચેલ એકેય લેખ માં મે ગાળો નો ઉપયોગ થતો નથી જોયો ( સૌથી વિવાદિત ઠંડા ગોસ્ત માં પણ)...
ભાષા અને ચલચિત્ર માં આવી રહેલ આ બદલાવ ને તમે શી રીતે જોવો છો??
શું વર્તમાન લખવા અભદ્ર શબ્દો નો ઉપયોગ ફરજિયાત બની ગયો છે ??