Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મજા લઈ લેવાની હોઈ..."

"કેમ છો મજામાં....!!" સાવલ જરાક અઘરો લાગે છે ને...!!દરેક માણસને રોજ કેટલાય જાણીતા લોકો મળતા હશે.મળીને સૌથી પેહલા એક જ સવાલ કરતા હશે કે, "કેમ છો...??" આ સવાલના જવાબમાં લગભ બધા લોકો એવું જ કહેતા હશે કે, "મસ્ત મજા છે." ખરેખર મજા હોઈ છે ?? માણસ દરેક સમયે મજામાં હોતો હશે...!!કદાચ ના. કારણ કે દરેક માણસ પાસે પોતે દુઃખી છે એવું બોલી શકવાની ક્ષમતા જ નથી. કોઈનું દુઃખ સાંભળી શકવાની ક્ષમતા પણ અમુક જ માણસો પાસે હોઈ છે.ઘણા માણસો બીજાને દુઃખી જોઈને પણ મજા લેતા હોય છે.

એક સાયકોલોજીસ્ટને એક માણસે સવાલ પૂછ્યો કે, "રોજેરોજ મજામાં કેવી રીતે રહેવું..??" સાયકોલોજીસ્ટએ મસ્ત જવાબ આપ્યો કે,"રોજેરોજ દુઃખી રહેવાનું મૂકી દેવું જોઈએ."દુઃખ ક્ષણ પુરતું હોવું જોઈએ.રાત ગઈ બાત ગઈ.નવા દિવસે નવી શરૂઆત હોવી જોઈએ.દુઃખી રહેવાનું એક જ કારણ હોય છે.જયારે મજામાં રહેવાની તક અનેક હોઈ છે. દુઃખનું કારણ ભૂલીને મજાની એક તકને ઝડપી લેવી જોઈએ.

આખરે તો આપણે માણસ જ છીએ માટે સુખની સાથે દુઃખ તો રહેવાનું જ છે.દુઃખને જીવવાનું નથી હોતું માત્ર એમાંથી સુખને શોધી લેવાનું હોય છે.સુખ ભૌતિક રીતે કયારેય મળતું જ નથી. સુખ આપણી અંદર જ રહેલું છે .ખડખડાટ હાસ્ય, મીઠી ઊંઘ,મનની પ્રસન્નતા, આનંદ ,આ બધું સુખ જ તો છે.આપણે મજા ખરીદવા માટે દોડી રહ્યા છીએ પણ હકીકતમાં તો કુદરતે આપણને મફતમાં ઘણી બધી મજા આપી દીધી છે.આપણે તો બસ મજા લઈ લેવાની હોઈ છે.

દરેક ક્ષણ મજામાં રેહવાની એક નાનકડી રીત છે. "હસો અને હસાવો..." કોઈને હસાવ્યા બાદ જે ખુશી,જે સુખ,જે મજા મળે છે એ બીજે ક્યાંય નથી મળતી. કેહવાય છે કે,વધારે હસનાર વ્યક્તિ બીજા માણસો કરતા વધારે જીવે છે.મજા જેવું એક પણ વ્યસન નથી.મજા સામેથી આપણી પાસે આવે જ છે.મજા લઈ લેવાની જવાબદારી આપણી હોઈ છે.મમ્મી આપણને થાળી પીરસીને આપશે,કોળિયો તો આપણે જાતે જ ચાવવો પડશે ને...!! મજાનું પણ કંઈક એવું જ છે.

તો હવે રાહ શેની જુવો છો...!! મજા લેવાની શરૂઆત કરી જ દો.પોતે પણ મજા લો અને તમારી આજુબાજુમાં રહેલા દુઃખી લોકોને પણ મજામાં રહેતા શીખવાડી જ દો.

છેલ્લે દિલથી કહું તો,એક ગીત યાદ આવે છે....

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….
મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.

-SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111632382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now