દેશ ફર્યા વિદેશ જોયું
ને મનની ભીતર ફરીને જાણવાનું બાકી છે
પાનાં ભરી ભરી કવિતાઓ લખી
પણ એને જીવન માં ઉતારવાનું બાકી છે
કઇ કેટલીયે વસ્તુ નો સંગ્રહ કર્યો
ફક્ત એને વાપરવાની બાકી છે
કઇ સમજાય ને સમજ્યું ત્યાં તો સમજાયું ઘણું સમજવું બાકી રહી ગયું..........
🌹🌹
આ ઊંમર તો આવી પહોંચી
કેટલાક કામો કરવાં બાકી છે,
આ કેશ થયા સૌ ચાંદીનાં
મનને સોનાનું કરવું બાકી છે.
જરા મહેકી લઉં હું પૃથ્વીથી
થોડા તારા ગણવાં બાકી છે,
આ વૃક્ષોને પાણી દઈ દઉં,
પેલા પંખીને ચણ બાકી છે.
ગીતો મસ્તીનાં ખૂબ ગાયાં
થોડી પ્રાર્થનાઓ હાજી બાકી છે,
મારાં સૌને મેં ખૂબ ચાહ્યા,
જગને ચાહવાનું બાકી છે.
બસ બહુ જાણ્યાં જીવે સહુને,
ખુદને ઓળખવું હજુ બાકી છે,
કહે છે ખાલી હાથે જવાનું છે,
બસ ખાલી થવાનું બાકી છે.
Good Morning