Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી માટે દુનિયાની સૌથી પહેલી સખી મારી માતા છે.મારી સૌથી ઉત્તમ સખી મારી માતા છે.ક્યારેય નાં તોડે દોસ્તી.હંમેશા મારી દોસ્ત બનીને મારી સાથે રહે એ મારી માતા છે.

માતા મારી ખાસ, ઉત્તમ મિત્ર કેમ છે? તો મિત્ર હુ જ્યારે આ દુનિયામાં નતી આવી ત્યારથી મારી કાળજી રાખનાર કોઈ હોય તો એ મારી માતા છે.મારી બોલ્યા વિના મારી સાંકેતિક ભાષા સમજનાર મારી માં છે.

નવ મહિના મને પેટમાં રાખી અનેક મુશ્કકેલ પરિસ્થિતિ
નો સામનો કરનાર કોઈ બીજુ નહી એ માત્ર મારી માં છે.

મને લક્ષ્મીનું બિરુદ આપનાર મારી માં જ છે.

આંગળી પકડીને મને ચાલતા શીખવનાર મારી માં જ હતી.

સૌથી પહેલા શબ્દનું ઉચ્ચારણ પણ માં જ હતુ.

જન્મથી લગ્ન સુધીનું તમામ શિક્ષણ આપનાર માં જ છે.

સંબંધોની સમજણ આપનાર માર્ગદર્શિકા, મારી ગાઈડ લાઈન માં જ છે.

ભલે હુ પપ્પા માટે પરી છું.ભલે મારા નામ પાછળ તારુ નામ નાં લખાતું હોય.પણ માં તો મારા દિલોજાન પર છવાયેલી રહે છે.સંઘર્ષ સામે લડવાનું શીખવનાર બીજુ કોઈ નહીં માત્ર  મારી માં જ છે.

મારી માટે માં એ એક સુદામા જેવી મિત્ર છે.જેની જોડે કઈપણ થાય તો પણ એ દોસ્તી અકબંધ જ રહે છે.માતા અને દિકરીની દોસ્તી એવી છે જે ક્યારેય નાં તુટી શકે.માતા અને દિકરીને ભલે શરીરથી કોઈપણ દુર કરી શકે પણ એમનાં મન તો એક જ હોય છે એને ક્યારેય કોઈ પણ અલગ નાં કરી શકે.

એટલે મારા માટે માતા એ દુનિયાની સૌથી પહેલી મિત્ર,
સૌથી ખાસ મિત્ર અને આજીવન મારી જોડે રહેનારી મારી મિત્ર છે.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111632256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now