Gujarati Quote in Sorry by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વસ્તું,વ્યક્તિ,પ્રાણી કે પદાર્થમાં બે ગુણ હોય, સારો અને નરશો પણ આપણે કયો અનુસરવો તે આપણા હાથમાં છે. સારી લાત કેવી રીતે મારી શકાય એ પણ વૈશાખીનંદન પાસેથી શીખી શકાય.....

સાહિત્યનો પ્રચાર કરવો તે ખૂબ જ સારી ઘટના કહેવાય પણ બીજાના સાહિત્યને પોતાનું નામ આપી બાઈટ શેર કરવું એ ખોટી ઘટના કહેવાય...મે મૂકેલ તમામ બાઈટ પર કવિશ્રીઓ અને સર્જકશ્રીને ક્રેડિટ આપેલ છે. બીજું કંઈ ન કરો તો ચાલશે પણ મને જોઈને તો શીખવું જોઈએ....

સભ્ય અને સમજદાર વ્યક્તિઓને વંદન...ન સમજે તેમને પણ દૂરથી વંદન....

*નોંધ- સાહિત્યની ચોરી કરવી એના કરતાં ભાગ્યું કે તૂટ્યું સર્જન પોતે કરવું સારું..સાહિત્યને આગળ વધારો અને વધાવો પણ બીજાની રચનાઓને પોતાનું નામ આપીને તો બિલકુલ નહિ...ખબર નથી તો અજ્ઞાત લખી શકાય.... કોપી રાઈટથી અને સજાથી બચી શકાય...

તાજો-દાખલો આપ સૌની સમક્ષ છે, લોક પ્રિય ગાયિકા કિંજલ દવેનું ગીત ચાર-ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં ગીત...નામ.કોર્ટના આદેશ પર કિંજલ દવેને વળતર ચૂકવવું પડેલ અને એ ગીત પણ હટાવી લેવામાં આવેલ હતું.....

ખોટું લાગ્યું હોય તો માફ કરશો અને બે જલેબી મારા નામની ખાઈ લેશો પણ હું જે વાત કરીશ એ સાચું જ કહીશ...મારે જો કોપી જ કરવી હોત તો ઢગલો સર્જકોનો સમૂહ મારી પાસે છે...હું પરમિશન લઈને નામ સાથે બાઈટ મૂકતો હોઉં છું.

Gujarati Sorry by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111632218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now