લડી ને જીતી બતાવીશ,
સત્યનો રાહ ચીંધી બતાવીશ.
લોક કલ્યાણનું કાર્ય નિત્ય નિરંતર કરી,
મતદારોનો વિશ્વાસ જીતી બતાવીશ.
ખોટું કરીશ નહીં નિડર બની ને,
કંટક રસ્તે ગુલાબ ખીલવી બતાવીશ.
ગરીબોનાં કુબે કુબે કામગીરી કરી બતાવીશ,
પ્રજા જન સેવકનું ઉદાહરણ કરી બતાવીશ.
સતત જાગૃત છું તેની નોંધ લઈ બતાવીશ,
અઝીઝનું પ્રજાલક્ષી ભારી પલડું કરી બતાવીશ.
ભાટી એન અઝીઝ
23/12/2020