હેરાન છું ,
પરેશાન છું
નારાજ છું
દર દર ઠોકરો ખાઈને
કઠોર બની ગયો છું
માવઠું
દુકાળ
પૂર
તીડનું તીગડમ
કાયદાની આંટી ઘૂટી
વિજળીનું લોકડાઉન
પશુઓની રંજાડ
ખાતરની અછત
પાણીની પારાયણ
આવી અનેક કઠિનાઈઓથી
ઘેરાયેલો છું
ખાલી કહેવાનો
જગતનો તાત
છતાં આઝાદ છું
કિસાન છું
મોજમાં રહું છું
મોજમાં રહીશ
મોજમાં જીવીશ
મારી ફરજ બજાવતો રહીશ
કણ કણ મણ મણ આપતો રહીશ
અનદાતા છું ને અનદાતા રહીશ
ધરતી મારી માતા છે...
ઈશ મારી કઠણાઈ દૂર
કરવાની શકિત આપે
એ જ જીજીવિષા.....
નમન....વંદન...
સરલ