કહેવાય એ જગતનો તાત;
કરે છે એ તો હવે વલોપાત;
મજુરી કરી કરીને થાકીએ,
છતાં, કાંઈજ ન રહેતું હાથ;
વચગાળાના લંપટ દલાલો,
ખાઇ જાય છે મોટો ભાગ;
દિવસ રાત મજુરી કરીએ,
ત્યારે થાય છે આ અનાજ;
અમારા ભાગે ભરવાનું આવે,
અમારી મહેનતનું પણ વ્યાજ;
અશ્રુ ભરી આંખે ખેડુત કહે,
વાહ રે પ્રભુ આ તે કેવો ન્યાય?
મહેનત કરી કરી મરીએ અમે,
દલાલના ઘરના ઘર ભરાય;
એના ઘરે બને છપ્પન ભોગ ને,
અવનવાં પકવાનો પીરસાય;
ખેતી કરતો ખેડુપુત્ર "વિએમ",
પેટ ભરીને અન્ન ક્યાં ખાય?