ગઝલ :- "આવીશ"
જીવનમાં જિંદગી બનીને આવીશ,
દિલમાં તમારી ધડકન બનીને આવીશ.
ભલવાની જાને ના કરશો ભૂલ,
ભૂલો ની પળો માં પણ યાદ બની ને આવીશ.
એ નયનમાં ના રાખશો નફરત,
નયનમા પણ હું તસ્વીર બનીને આવીશ.
ભલે રહો તમે મારી આંખો થી દુર,
મિલન માટે હું જ ખ્વાબ બની આવીશ.
જ્યારે "મિત્ર"આ દુનિયા છોડી જઈશ,
ત્યારે તમારા દિલમાં રુદન બની આવીશ
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏