મનમાં છે મુંઝવણ,બોલું કે ના બોલું ?
મનમાં છે ચિંતા, કહું કે ના કહું ?
મનમાં છે આનંદ, બતાવું કે ના બતાવું ?
મનમાં છે વાત, કહી દઉં કે ના કહી દઉં ?
મનમાં છે પ્રેમ, બોલી દઉં કે ના બોલી દઉં ?
મનમાં છે લાગણી, જતાવું કે ના જતાવું ?
મનમાં છે સંવેદના, સ્પર્શ કરું કે ના સ્પર્શ કરું ?
મનમાં છે ગુસ્સો, કરું કે ના કરું ?
મનનાં ખેલ છે બધાં, મનમાં જ રહે,
મનને ખુશ કરવું હોય તો મન આનંદમાં રાખવું.
"અમી"
-અમી