માણસ કેવો માણસ થી ગભરાય"
દસ્તક થી ડરે છે,ડેલી.
હશે ઉમરે કોણ?
મારા કે પરાયાં.
આ ચિંતાનથી,
બારણાં પણ,ગભરાયાં.
પડછાયાની સુગંધ,
હવાએ જેવી બારીમાં મેલી.
બોલી ભીંત,આંખો મીંચો.
આવી મહેમાનની હેલી.
ભોંય તળિયેથી ઉભી થઈ,
ભૂકંપની ધ્રુજારી.
મહેમાન નાં સ્વાગતની,
નથી મારી વારી.
'છત' છાનું,છાનું,હસતું ને,
ગયું ખસતું.
આવે ને,જાય અતિથિ,
આ આશિયાનામાં.
મારે રહેવું,પ્રેક્ટીકલનાં ખાનામાં.
બારણાં,બારી,ને ડેલીની સમજૂતી.
જો, એક ન થાય.
ત્યાં અતિથિ કેવો સચવાય.?
ખાઈ ચાડી,ચોખઠ,:- ચોક ને,!!
વાત કહેજે સમાજને..
માણસ કેવો માણસ થી ગભરાય.!!
✍️જયા.જાની.તળાજા."જીયા"