શબ્દો ખૂટી પડે છે કયારેક ,
ભાવના ખૂટી પડે છે કયારેક.
સંબંધી નાતો નિભાવવા જતાં ,
અપેક્ષા ખૂટી પડે છે કયારેક.
મૃગજળી નીર પાછળ ભાગતા ,
અભિલાષા ખૂટી પડે છે કયારેક.
જિંદગી રિસાતી આંખોમાં જયારે ,
અશ્રુઓ ખૂટી પડે છે કયારેક.
સંગની ગરજ સાલતી જીતને ,
સંગાથી ખૂટી પડે છે કયારેક.