ડૂબવું છે મારે, તારી આંખોનાં દરિયામાં;
કંઈ કેટલીય વાતું, છે પાણીદાર આંખોમાં.
ઉતરવું છે મારે, તારાં દિલનાં દરિયામાં;
કંઈ કેટલીય લાગણિયું, છે પ્રેમાળ દિલમાં.
તરવું છે મારે, તારાં મનનાં દરિયામાં;
કંઈ કેટલાંય રહસ્યો, છે નિર્મળ મનમાં.
પહોંચવું છે મારે, તારાં ઊંડા પેટાળમાં;
કંઈ કેટલોય ખજાનો, છે ભર્યો પેટાળમાં.
અસ્ત થવું છે લાડુ ને, તારી જ ક્ષિતિજમાં;
જીવવું છે આ જીવન, બસ! તારાં સંગાથમાં.
©✍️- ખ્યાતિ સોની" લાડુ"