*"તું મારી વાત છોડ*
*જગત આખું હવામાં છે,*
*વગર પીધે*
*અહીંયા સૌ નશામાં છે.*
*ચમત્કારોની બસ*
*આદત પડી ગઈ છે,*
*ને ઈશ્વરથી*
*વધુ શ્રદ્ધા ભૂવામાં છે,*
*સ્પર્ધા વધી ગઈ છે*
*મૂર્તિ તણી ઊંચાઈમાં,*
*બાકી ભગવાન તો*
*સોપારી માંય સમાંયા છે.*
*ચહેરાના રંગ પર*
*ના જવાય હો દોસ્ત,*
*કેમ કે મેં તો દુધથી વધારે*
*ચા ના દીવાના જોયા છે.*
*કેટલી ધીરજ હશે*
*એ ટપાલ ના જમાના માં,*
*આજે બે મિનિટ મોડો*
*રીપ્લાય આપીએ તો*
*લોકોને શક કરતાં જોયા છે.*
*એક વૃદ્ધ દંપતિ વચ્ચે*
*હોય છે હૃદય સ્પર્શ શબ્દ*
*બચ્ચું પાંખ આવે તો*
*ઉડી જાય તેનો રંજ નથી,*
*પાછું આવી ચાંચ મારે*
*ત્યારે વસમું લાગે છે.*
*પહેલા મેક-અપ નહોતાં*
*એટલે બ્રેક-અપ પણ નહોતાં.*
*યાદ રાખજો*
*તમે જીંદગીમાં જે પર્વત*
*ઉપાડીને ચાલી રહ્યા છો,*
*એ ઉપાડવાના નહોતા*
*માત્ર ઓળંગવાના હતા*.