ઉપમા આ જૂની ગણાય છે,
છતાં કહું તું ચાંદથી કમ નથી.
નશો ગજબનો રહે છે સંગાથે,
ને માટે કહું તું રમથી કમ નથી.
બૂઝાવી છે આ રણની તરસ,
વરસાદી તું બૂંદથી કમ નથી.
લગભગ શમણાં થાય છે પૂરા,
સબળ તું પ્રેરણાથી કમ નથી.
ઉલ્લાસ ને ઉમંગ લાવે રોજ,
વહેલી તું સવારથી કમ નથી.
"નીલ"