સ્વાગત દિલથી કરું હું એ ડિસેમ્બર !
તું જાતા જાતા સારુ કરીને જાજે.
સંગ લઈ જાજે આ કડવી યાદોને,
સૌગાત ખુશીઓની તું આપી જાજે.
આવું વર્ષ ના આવે જીવનમાં ક્યારેય,
સ્વજનોને જેણે અલગ કર્યા!!
યાદો જ રહી ગઈ દિલોમાં...
જેમણે ગુમાવ્યા સ્વજન પોતાના !!
જલ્દી ને જલ્દી વીતે આ મહિનો,
નવા વર્ષની કરવી તૈયારી અમારે !!
કરીએ પ્રાર્થના ઈશ્વર પાસે આપણે ભેગા મળીને,
ક્યારેય ના આવે આવી બીમારી !!