Gujarati Quote in Story by RJ_Ravi_official

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવાર નો સૂરજ ઉગવાની સાથે ઘરે થી બેગ લઈને ચાલી નીકળવું અને રાત્રે ઘોર અંધારું થયા પછી ઘરે આવવું આવી જિંદગી ઘણા બધાની છે.

રવિ સવારના ઉઠવા સાથે સુરજ સામું જોવે છે અને સૂર્યભગવાન ને નમન કરે છે.
રવિ પોતાના સમય ઉઠી અને નાવા જાય છે. રવિ ની એક ટેવ હતી કે એ બ્રસ કરતાં કરતાં વિચારોના વાવાઝોડામાં વંટાઇ જતો. અને આમને આમ રોજે જોબ જવા લેટ થતો અને રોજે બોસનો ગુસ્સો ખાતો.... એ ફ્રેસ થઈ ભગવાન ને નમન કરી પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને જોર જોર થી બૂમો પાડવા લાગ્યો ચા ક્યાં છે..? જલ્દી લાવો
તો લીલાબા ચા લઈને રવિ ની પાછે આવે છે અને કહે છે કે રવિ બેટા આજે પણ લેટ કરી દીધું ક્યારે સુધરીસ તું...!! આમ કહી દાદી ચા આપી રસોડા માં ચાલ્યા જાય છે. રવિ ચા નાસ્તો કરી ઓફિસ જવાનું કરે છે ને અને મગનભાઇ એને બૂમ પાડી કહે છે આજે બેન્ક માંથી ચેક બુક લેતો આવજે રવિ આ સાંભળીને તેના પાપા ને સારું લેતો આવીશ આમ કહી રવિ ઘરેથી નીકળી જાય છે. અને રવિ પોતાના સોસાયટી ટચ હાઇવે પર જય રિક્ષાની રાહ જોવે છે...
રવિ પાછે કોઈ પણ જાત નું વાહન નહતું અને તો એ રિક્ષા શોધતો હતો એક બાજુ રિક્ષા નતી મળતી અને બીજી બાજુ ઓફિસ થી એને વારંવાર ફોન આવા લાગ્યા હતા રવિ આ બધુ જોઈ એક દમ ગરમ થઈ જાય છે. અને વિચારવા લાગે છે કે “આ કેવી જિંદગી છે મારી” પણ બિચારો શું કરે રિક્ષા જ નતી મળતી રવિ નો ગુસ્સો વધતો જાય છે પણ કોની પર ઉતારે કેમ કે ત્યાં તો તેનો ગુસ્સો સાંભળનાર કોઈ હતું જ નહી એવાક માં એક છોકરી ગફલત ભર્યું એક્ટિવા ચલાવી ફૂલ સ્પીડ માં આવતી હતી અને બ્રેક ના લાગતાં તેની એક્ટિવા રવિ સાથે અથડાઇ ગઈ અને રવિ ના પગે લાગવાથી ખૂનથી રવિ ના કપડાં પણ બગડી ગયા. રવિ પેલા તો ગુસ્સા માં હતો જ પણ એને આ જોઈ વધુ ગુસ્સો આવા લાગ્યો. અને એ છોકરીને કેવા લાગ્યો જોઈ ને નથી ચાલી શકાતું...? છોકરી કહેવા લાગી સોરી મારી એક્ટિવાને બ્રેક ના લાગતાં હું ગભરાય ગઈ હતી...
એવાક માં જ રવિ ને રિક્ષા દેખાઈ તો તેને પોતાનો ગુસ્સો શાંત કરો અને છોકરી ને કહું વાંધો નહીં આગળ થી ધ્યાન રાખજો. તો છોકરી કહેવા લાગી સર તમારા પગે ખૂન નીકળે છે ચાલો હું હોસ્પિટલ લઈ જવું તો રવિએ કહું અરે મેડમ પહેલા તમે પોતાને હોસ્પિટલ લઈ જાઓ હું તો એકલો ચાલો જઈશ અને રવિ છોકરીને ઊભી કર્યા વગર ત્યાથી નીકળી જાય છે. અને રવિ હોસ્પિટલ દવા કરાવી ઓફિસ પોહચે છે. તેને ખબર તો હતી જ કે આજે તેના બોસ તેને બોલવાના છે. રવિ ઓફિસ ટાઈમ થી બે કલાક લેટ આવ્યો હતો અને ઓફિસ પોહચતા જ તેના બોસ તેને ખૂબ ગુસ્સા થી બોલે છે રવિ સાથે થયેલી ઘટના પોતાના બોસ સામે મૂકી પરંતુ બોસ હતા કે માણવા તૈયાર જ નોહતા. ફરી રોજની જેમ સાંજ ઢળી પડે છે અને રવિ કામ કરી સાંજે રિટર્ન પોતાના ઘરે જવા નીકળે છે ત્યારે ઓફિસની બહાર આવી રિક્ષા શોધે છે પરંતુ રિક્ષા મળતી નથી કેમ કે ઓફિસનું કામ મોડા ખતમ થયું હતું. આજુ બાજુ ડાફેરા મારે છે . continue

Gujarati Story by RJ_Ravi_official : 111631307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now