શ્યામ કહેતો ગયો છેવટ સુધી એની રાધા ને
તું ના શોધતી ક્યાંય મુજ ને બસ ભીતર થોડું ઝાંખી કરી લેજે હું સરેસરો જડી જઈશ
કેટલીય આંખો ભરી વાદળીઓ વરસી હશે રાધા ની
તો ત્યાં કાનુડો પણ ક્યાં રહી જવાનો હતો કોરેકોરો
જે હદય ના હરેક સંવાદે રાધા ને કૃષ્ણ મળ્યા
બસ પ્રેમ ની પરીક્ષા એ પણ જાણે વિરામ લીધો.
-Hina modha.