સમયનાં સોળ ટુકડા હાથમાં હોવા છતા,
દિવસનો એક હિસ્સો ભાગમાં આવ્યો નહીં.
કરી આજીજી તોયે ના ફર્યો પાછો સમય,
જવાનીનો એ કિસ્સો ભાગમાં આવ્યો નહીં.
મળ્યો'તો ભાગમાં આ દેશ બહુ સહેલાઇથી,
શહીદો જેવો જુસ્સો ભાગમાં આવ્યો નહીં.
કરી નાખ્યુ'તુ ન્યોચ્છાવર બધું દીકરા ઉપર,
તો અંતિમ ઢાળ લીસ્સો ભાગમાં આવ્યો નહીં.