સુપ્રભાત મિત્રો.
આજે ચર્ચા કરવી છે એ દિવસ માટે જે ભારત માટે ખાસ દિવસોમાંથી એક છે. આજે છે 'રાષ્ટ્રીય ગણિત દિવસ'.
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી શ્રીનિવાસ રામાનુજનની જનમતિથીનાં રૂપમાં ઉજવાય છે.
તમિલનાડુના એક નાનકડા ગામમાં 22 ડિસેમ્બર 1887નાં રોજ તેમનો જન્મ થયો હતો. 1903માં તેમણે મેટ્રીક પાસ કરી હતી. જેમાં ગણિત સિવાય લગભગ બધા જ વિષયોમાં પાસ થવાય એટલાં જ માર્કસ હતાં. ગણિત સિવાયનો એક પણ વિષય એમને ગમતો નહીં. તેમણે વિશ્લેષણ તેમજ સંખ્યા સિદ્ધાંતનાં ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે.
તેમણે ગણિતમાં 3884 જેટલા પ્રમેય રચ્યા હતાં, જેમાંના મોટા ભાગના સાબિત થઈ ચુક્યા છે. અસંમેય સંખ્યા π(પાઈ)નું મૂલ્ય શોધવા માટેના નિયમો તેમણે આપ્યાં હતાં. એમની પ્રતિભાની સાચી કદર અમેરિકામાં થઈ હતી. ત્યાંના ગણિતશાસ્ત્રીઓ એમની પ્રતિભાથી અંજાઈ તેમને ત્યાં લઈ ગયા હતા. પરંતુ ત્યાંનું વાતાવરણ અને ખોરાક માફક ન આવતાં ફરીથી ભારત આવી ગયા હતાં.
26 એપ્રિલ, 1920નાં રોજ 32 વર્ષની ખૂબ જ નાની ઉંમરે ભારતે એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ હંમેશ માટે ગુમાવ્યું હતું.
ત્યારબાદ 22 ડિસેમ્બર, 2012નાં રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રી ડૉ. મનમોહનસિંહજીએ આ દિવસને 'રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે મનાવવાનું જાહેર કર્યું. ત્યારથી દર વર્ષે આજનાં દિવસને ગણિતપ્રેમીઓ વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજીને મનાવે છે.
- સ્નેહલ જાની