Gujarati Quote in Quotes by Rajeshwari Deladia

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરી અને વહુ.બધા હંમેશા એવું જ કહે છે કે અમે વહુને દિકરીની જેમ જ રાખીએ છીએ. અમે દિકરી અને વહુમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતાં.વહુ પાસે આપણે હંમેશા એવી અપેક્ષા રાખીએ છીએ કે વહુ દિકરીની જેમ વર્તન કરે.પણ સામે ક્યારેય આપણે એ વિચારીએ છીએ કે આપણે એની જોડે દિકરી જેવું વર્તન કરીએ પણ છીએ ખરાં?

આજે પણ કેટલાય ઘરો એવા જોવા મળે છે જયાં કોઇપણ અગત્યનાં નિર્ણય દિકરીને પૂછીને લેવામાં આવે છે ઘરમાં જે વહુ છે એને કઈ પણ પૂછવામાં નથી આવતું.એવું નથી કે દિકરીઓને નાં પૂછો.અરે હુ તો માનુ છું કે હા બિલકુલ દિકરીઓને મહત્વ આપવુ જોઈએ.પણ જોડે જે વહુ ને પણ એટલું જ મહત્વ આપવુ જોઈએ. કેમ કે મારા વ્હાલા એ પણ કોઈની એક દિકરી જ છે એ વાત ભુલવી નાં જોઈએ.

ઘરમાં દિકરી અને વહુ બંને હોય અને વહુ જો મોડી ઉઠે તો ન ચાલે.પણ એની જ જગ્યા એ દિકરી અડધી બપોર સુધી ઊંઘી રહે તો  કોઈ કઈ નાં બોલે. વાહ રે દુનિયા કેવો તારો ન્યાય છે.

કેટલાંક લોકો એવા છે જેમને દિકરી વેસ્ટન  પહેરે તો ચાલે પણ વહુ તો બાપા સાડી પહેરેલી જ જોઈએ.જો વહુ એવું પહેરે તો એમની ઈજ્જત જતી રહે એવું કહેવામાં આવે છે.

ઘણાં ઘરોમાં એવું પણ હોય છે જયાં એમ કહેવામા આવે છે કે ઘરની વહુ તહેવારમાં તો ઘરમાં જ શોભે.

અહિ વાત તો જાણે એવી કરવામાં આવે છે કે આંબાની ઉપર સફરજન ઉગવું જોઈએ.એટલેકે આપણે તો વહુ જોડે દિકરી જેવું વર્તન કરવું નથી અને વહુ ને દિકરી જેવું બનવા કહીએ છીએ.

પણ એક પ્રશ્ન અહિ ચોક્કસ થાય કે આ વાત માટે જવાબદાર કોણ? કેમ એક સ્ત્રી જ સ્ત્રી ને નથી સમજતી? જો સ્ત્રી એકબીજાને સમજે તો હુ માનું છું કે આવી પરિસ્થિતિનો કોઈ પણ સ્ત્રીએ સામનો નાં કરવો પડે.

બીજી એક વાત જો ઘરમાં સાસુ અને વહુ એક થઈ જાય ને વ્હાલા તો આખા ઘરને શુ આખી દુનિયાને હલાવી શકે છે.

નોંધ: કેટલીક જગ્યા એ આ અપવાદ પણ હોય શકે છે.

Rajeshwari Deladia

Gujarati Quotes by Rajeshwari Deladia : 111631012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now