Gujarati Quote in Blog by Nipa Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇશ્ર્વર ની અદભૂત દેન એટલે એક સ્ત્રી...સ્ત્રી ના રુપમાં અદભૂત એટલે એક માતા...માતા શબ્દ મા જ એક જાદુ રહેલુ છે...બે જ હાથ હોવા છતાં એકસાથે એ સેંકડો કામ કરે છે...

ભગવાન ને જ દુનિયા નુ સજૅન કરેલુ છે.. તે જ તો સજૅનહાર છે.. તે તો આ દુનિયા નો તાત છે.. છતાં પણ તેને એક સ્ત્રી ના રૂપમાં મા બનાવી કેમ કે એ બધે નથી પહોંચી શકતો પણ એ જાણે છે કે એક મા જ બધી જગ્યાએ પહોંચી શકે છે...

બાળક પણ ધર મા આવીને સીધુ તેની મા વિષે પુછે છે પછી ભલે ને એને માતા નુ કોઇ જ કામ ના હોય... બાળક ને જન્મ આપવાની શકિત એક માતા મા જ હોય છે...

એક માતામા પોતાના આઠ બાળકો ને એક નાના રુમમાં રાખવાની શક્તિ છુપાવેલી છે પરંતુ એ જ આઠ બાળકો પોતાની  માતાને પોતાના આઠ મકાન મા રાખવાની તાકાત નથી હોતી...

માટે જ કહેવાય છે કે એક માતા માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતુ... તેનામાં દુનિયા સામે લડવાની બધી જ તાકાત છુપાએલી છે... માટે જ તેને એક અદ્ભુત જાદુગર કહેવાય છે... માટે હમેશાં તેનુ સન્માન કરો તેની અવગણના કયારેય ના કરો..... 🙏🙏

Gujarati Blog by Nipa Patel : 111630957
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now