નાનપણમાં એક વસવસો હતો કે ગણિતમાં હું ખૂબ કાચી છું ન સમજાતા ઘણી વખત સરવાળા બાદબાકી કે ભાગાકાર તેમ છતાં સમજી શકાતું કે બે વત્તા બે ચાર જ હોય પણ હવે મોટા થતા મારી જાતને ભાગ્યશાળી માનું છું કે ગણિતમાં સારું છે હું કાચી છું કારણકે હું સબંધોમાં ક્યારે બાદબાકી કે ભાગાકાર કરતા શીખી જ ન શકી..
પોતાનો સ્વાર્થ હોય ત્યારે સરવાળો કરવો અને સ્વાર્થ પત્યા પછી કઈ રીતે બાદબાકી કરવી એવું ક્યારેય વિચારી જ ન શકી પણ હું ખુશ છું કે હું ગણિત માં કાચી છું કારણકે સંબંધોના ગણિત માં પણ હું હંમેશા સરવાળો જ શીખી કોઈની મદદ કરવા માટે ન સમય જોયો કે ના કાંઈ બીજું પણ તેમ છતાં અંતે તો મારી જ બાદબાકી થઈ ગઈ ખરેખર હું ગણિત માં કાચી છું પણ નથી મને એનો અફસોસ કે હું શા માટે આવી છું કારણકે મને ગર્વ છે મારા પર કે હું બસ આવી જ છું હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પર.... Bindu 🌺 09:00pm 21/12/20
🙏જય દ્વારકાધીશ 🙏