કોણે લખ્યું છે એ ખબર નથી..પણ જેણે લખ્યું છે..એને નતમસ્તક વંદન...
મારી..તમારી..આપણા સૌની વ્યથાને સરસ ચિતાર આપ્યો છે.
#માવઠું :
2020 એ બિસ્તરા બાંધ્યાને...ઉડયું આકાશની ઓર.
ચુપકેથી માંડીને ડગલાં ચાલ્યું એ તો.... જરીક ના કર્યો એણે શોર.
કેમ કરી હલ્લો મચાવે...એતો દિલ માં છુપાયો એના ચોર..😢
આકાશ એ જાણ્યું જ્યારે આવે છે 20 અહીં..આંસુય એના છલકાયા.
ભર શિયાળે...વરસ્યા વાદળ આકાશેથી. *માવઠું* બની વેરાણા.💦🌨️
વાજતે ગાજતે 20 આવ્યુંતું ત્યારે નવોઢા જાણે શરમાણી..
નવ દાડા માંડ પૂરા કર્યા ત્યાંતો..ગાજવીજ વીજળી વર્તાણી.
ચાર દિવાલોમાં કેદ થયો માનવ અને..ખુશીઓ બધીય સંતાણી.😢
સુની શેરીઓ ને સુના રસ્તાઓ...સુના નગર કેવા જોયા.
નાનકડા વિષાણુના પાપે આ 20 માં કેટલાય સ્વજનો ખોયા.
અગ્નિદાહ દેવાનોય દીધો ના મોકો..લોકો ઘરમાં બેસીને જ રોયા.😭
Virusથી ટેવાઈને આખરે માનવ હવે બહાર થોડું થોડું જાય છે.
હૃદયમાં ડર અને મોઢા પર Mask બાંધી Dutyના કલાકો કપાય છે.
કેમ કરી કળ વાળી બેઠો થશે... એને ચિંતા કુટુંબની થાય છે.😢
એટલી અરજ આજ કરીએ પ્રભુને..21 તું સારું મોકલાવજે.
Sanatizerથી છુટકારો અપાવજે ને Mask પણ સહુના ભગાવજે.😷
દ્રૌપદીના ચીર પુરવા તું આવ્યો હતો..માનવના માસ્ક હવે હરવા તું આવજે.🙏🏼🙏🏻