શીર્ષક: ...બને
રચના: મૌલિક
સપનામાં રોજે રોજ રહો છો,
હવે કોઈ રુબરુ મુલાકાત બને.
આભાસી આમ રહેશો ક્યાં સુધી?
સામ સામે સંવાદે કોઈ વાત બને.
એકલતા આ સફરની ખાળો તો,
સંગ સંગ પછી તો દિન રાત બને.
બની માણસ મળશો જો સમયે,
માણસાઇની પછી તો ભાત બને.
થાય મિલન નક્કી હવે જીવતરે,
પ્રીતભરી હરપળ આ જાત બને.
"નીલ"