કવિતા અક્ષર રૂપે લખવી એ એક ક્ષણ થઈ પણ એ પૂર્વે આખા સમય સાથેનું અનુસંધાન રહ્યું હોય તો કવિતા થાય. કવિતા પૂર્વે અનેકવિધ સંક્ષોભ થાય પછી શબ્દની ઊર્જા કે ઊર્જાથી જાગતા શબ્દ ઊતરે એટલે એ સંક્ષોભ ઘટતો ઓસરતો જાય.
કોઈ રચના માત્ર ભાષાકીય આકારથી બનતી નથી. એના સંદર્ભનું વ્યંજનાનું વિશ્વ હોય છે. એ વિશ્વ જ્યારે કવિતા વ્યંજિત કરે છે એ ક્ષણો વિરલ હોય છે. ત્યારે બીજું બધું આઘું ખસી જાય છે.
--કાનજી પટેલ
-- Anu
https://www.matrubharti.com/bites/111630735
મારા આદર્શ અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં વિદ્વlન , સારા વિવેચક, ભાષા સંસ્થાની સ્થાપનામાં જેમનો સવિશેષ ફાળો, સારા સાહિત્યકાર એવા આદરણીય.......
#પ્રો_ડૉ_કાનજીભાઈ_પટેલ_સર