તારા આયા પહેલા તો અંધકારમય જ હતો મારા જીવનમાં
પરંતુ તુ આયો અને અજવાળા રૂપી પ્રકાશ ફેલાયો જીવનમાં
મારા તો સપના અને અરમાનો પણ દટાયા હતા અંધકારમાં
પણ તે એને સજાયા તારા પ્રેમ રૂપી પ્રકાશ ના અજવાળામાં
જીંદગી તો આમપણ જીવતી હતી હું અંધકારના આગોશમાં
પણ તારા હાથ પકડવાથી અહેસાસ થયો પ્રેમ ના અજવાળાનો
અંધકાર ના સમુદ્રમાં તો કંઈ ના મલ્યુ છલાંગો લગાવી ને
હવે તો લગાવી છે છલાંગો તારા પ્રેમ રૂપી અજવાળામાં
કહુ છું તને લઇ જા થાકી છુ હું આ અંધકારમય જીવન થી
પકડી ને ચાલવું છે તારો હાથ આ પ્રેમ ના અજવાળામાં...!!