Gujarati Quote in Shayri by ANAND SAMANI

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદીથી છૂટેલો જમાનો મળ્યો છે!
કદી નાં ખૂટે એ ખજાનો મળ્યો છે!

નથી જોઈતો આ મુગટ રાજઘરનો;
દિવસ જિંદગીમાં રજાનો મળ્યો છે!

અરે ભેટ-સૌગત,ઇનામો,બધું શું?
મને તો સદા હક સજાનો મળ્યો છે!

તને કોઈ બીજું મળ્યું છે જીવનમાં
અને પ્રેમ અમને બીજાનો મળ્યો છે!

હવે બસ ગળે ભેટવું છે અમારે;
વર્ષો બાદ માણસ મજાનો મળ્યો છે!

-ANAND SAMANI

Gujarati Shayri by ANAND SAMANI : 111630609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now