સમય સમય પર અહીં દેશમાં લોકોને ડર લાગે છે ,
આવું નિવેદન એ લોકો હાથમાં વિસ્કીનો જામ લઈ પોતાની પ્રેમિકાની બાહો લિપટાય , સાતમાળી મંજિલ પર બેસી , જ્યાં સિક્યોરિટી ગાર્ડ પહેરો આપે છે એ સ્થિતિમાં બોલે છે કે " મને અને મારા બાળકોને આ દેશમાં ડર લાગે છે ."
એક વર્ષ પહેલાં આવું જ વાક્ય આમિર બોલેલો અને આજ નસરુદ્દીન બોલે છે . અરે લવાઓ તમને તમારી આ માતાના આંચલમાં ડર લાગતો હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને સાચવીને નિર્ભય ન બનાવી શકે .
તમારી આ સંકુચિત માનસિકતા , જ્યાં એક ખૂણામાં કોમવાદનું બીજ રોપાયું છે એને ઉખાડી ફેંકો , આ દેશમાં ઇતિહાસના પન્ના કહે છે કે ક્યારેય આ દેશ અને એના પ્રજાજનોએ પરદેશી પર પોતાનો રોફ જમાવવાનો પ્રયત્ન નથી કર્યો . પુરા વિશ્વને આ દેશે પ્રેમ અને કરુણાથી મોહિત કર્યો હતો . એ જ દેશમાં તમને ડર લાગે છે મને તો એવું લાગે છે કે તું આ દેશનો મુસલમાન જ નથી .
પોતાની ફઝરની નમાઝમાં આ મા ભારતી પર પોતાનું મસ્તક ટેકાવનાર પાક મુસલમાન ક્યારેય પોતાના દેશ વિશે આવી વાહિયાત વાત ન કરી શકે . આ દેશની રક્ષા માટે હામિદ પોતાના પ્રાણ આપી જતા હોય , કલામ સાહેબ અંત સુધી દેશના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક શિખરને ઉન્નત કરતા હોય ત્યાં નસરુદ્દીન ભાઈ તમારું આ નિવેદન દેશ સાથેની ગદ્દારી રજૂ કરે છે .
તમને ભાજપ કે કોંગ્રેસ થી પ્રોબ્લેમ હોઈ શકે પણ પુરા દેશથી જે પ્રોબ્લેમ છે એ તમારી ગદ્દારીનું પ્રતીક છે . દેશ કોઈ એ જાત કે કોમથી નહિ પણ આપણા વડવાઓની સંસ્કૃતિ અને સભ્યતાથી બનેલો છે . એટલે દેશનો આદર કરો , તમને જેમના થી અંગત રીતે વિરોધ હોઈ એમનો વિરોધ કરો બાકી વચ્ચે આ સીતા જેવા દેશને ન લાવો તો સારી વાત રહેશે .
✍️મનોજ સંતોકી માનસ✍️