Gujarati Quote in Poem by Dr Mehta Mansi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ફરિયાદ નથી તારાથી ,

                          બસ તારો સાથ જોઈએ છે.         

  જીવન ના દરેક પગલે કોઈ

            હોય કે ના હોય બસ તારો સાથ જોઈએ છે.

    સુખ હોય કે દુઃખ એ જરૂરી નથી મારા માટે,

   પણ એ સમયે બસ તારો સંગાથ જોઈએ છે.

        મારા દરેક શ્વાસ માં  તારો અહેસાસ     જોઈએ છે.

        કોઈ પણ મુશ્કેલીઓ ને ખૂબ સરળતાથી પાર કરી લઈશ પણ બસ એક નાની શરત છે કે એ સમયે તારો સાથ જોઈએ છે.

       જાણું છું મારા જીવન ની શરૂઆત નથી થઈ તારાથી પણ,
         મારા જીવનના  આખરી પળ માં તારો સાથ જોઈએ છે.

       તું સાથે હોય તો , મારા ચહેરા પર હમેશાં મુસ્કાન રહે છે, મારે કોઈ સોના ચાંદી ના ઘરેણાં નથી જોતા બસ મારે આ મુસ્કાન જોઈએ છે.

       કોઈ શ્રિંગાર નહીં હોય તો ચાલશે પણ , જ્યારે મને ડર લાગે ને ત્યારે બસ મારા હાથ માં તારો હાથ જોઈએ છે.

       મને તારો સાથ જીવન ભર નથી જોઈતો ,  પણ બસ જ્યાં સુધી તારો સાથ છે ત્યાં સુધી જીવન જોઈએ છે.

Gujarati Poem by Dr Mehta Mansi : 111630485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now