Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ વાનગીમાં સ્વાદનું મહત્વ વધુ છે. એવી જ રીતે જીવનમાં પણ સ્વાદનું મહત્વ ખૂબ જ અગત્યનું છે.
સ્વાદ વિનાની વાનગી કોઈને ગમતી નથી એવી રીતે સ્વાદ વિનાની જિંદગી જીવવી પણ કોઈ ને જ નથી ગમતી.

પણ આ વાનગી સ્વાદિષ્ટ ક્યારે બનશે કે જ્યારે એની અંદર દરેક વસ્તુ નો સપ્રમાણ ઉપયોગ કરવામાં આવ્યો હોય.દરેક વસ્તુનાં સપ્રમાણ ઉપયોગથી જ વાનગી સ્વાદિષ્ટ બને છે. જેમ કે,

ચા પ્રેમી ને ચા ખૂબ જ પસંદ હોય છે.પણ ચા માં પણ દરેક વસ્તુનો ઉપયોગ સપ્રમાણ કર્યો હોય તો ચા લાજવાબ બની જાય છે.સ્વાદ વગરની ચા માં કોઈ મજા નથી આવતી.એટલે જ એની અંદર ઉપયોગ કરવામાં આવેલી વસ્તુનુ પ્રમાણ જળવાયેલું હોવું જોઈએ.જો ચા માં પ્રમાણ કરતા વધારે સાંકળ નાખવામાં આવે તો ચાનો સ્વાદ બગડી જાય છે
એવું જ જિંદગીમાં પણ છે.જિંદગીમાં પણ સંબંધોમાં મીઠાશનું પ્રમાણ જળવાયેલું રહેવુ જોઈએ.વધું પડતી મીઠાશ જીવનમાં કડવાહાટ લાવે છે.વધું પડતી મીઠાશ જીવન જીવવામાં અડચણ રૂપ સાબીત થાય છે.

વાનગી હોય કે જીવન બંનેમાં દરેક વસ્તુનું સંતુલન જળવાયેલું રહે એ ખૂબ જ મહત્વનું છે.જીવનમાં એનાં માટે આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો જ રામબાણ ઈલાજ છે.શબ્દો જ છે જે દરેકના મનનાં દરવાજા ખોલી પણ શકે છે. અને શબ્દો જ છે જે મનના દરવાજા બંધ પણ કરે છે.એટલે હંમેશા દરેક વસ્તુ નું સંતુલન જાળવી રાખવુ છે.કેમ કે વધુ પડતી મીઠાશ શરીરમાં ડાયાબિતિશ જેવા રોગ ને આમંત્રણ આપે છે.આ રોગ આપણા સંબંધો માં નાં આવે એનું હંમેશા ધ્યાન રાખવુ જોઈએ.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111630401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now