પ્રતિબિંબ કેમ ઝાંખા હોય છે,
લાગણી ના ઓઝસ કેમ પાતળા હોય છે.
સબંધ કેમ દીવાલે ટાગેલા હોય છે,
ભિતડે કેમ રંગ આછા હોય છે.
મહેમાનો ના કેમ ઓછા ટાણા હોય છે,
પડોશીઓ સાથે કેમ બોલવાની બાધા હોય છે.
વેહવારો કેમ આછા પાતળા હોય છે,
ચોપડે નોંધેલા કેમ એજ હોય છે.
મિત્રો સાથે કેમ દુશ્મનાવટ હોય છે,
કહે "સ્વયમભુ" અંતિમ યાત્રામાં કેમ માણસો બે ચાર હોય છે.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"