🌻
ટકરાણી
હવે શું ખાખ સમજાણી ગઝલ છે?
નથી શણગાર,શરમાણી ગઝલ છે
લખી નાખો તમે ગમતાં મને,પણ!
છબી-તસવીર, ચર્ચાણી ગઝલ છે!
કહું છું પ્રેમનો પ્રશ્ન હતો તું!
પરંતું આ પટરાણી ગઝલ છે!
નફો ખોટો કહો,શાહી-કલમનો
નજર સામે છલકાણી ગઝલ છે
હવાને આવવા દો શ્વાસ ધરવા
ધરી-શ્વાસે ભરખાણી ગઝલ છે
ન કરવાની હતી વાતો કરી ગ્યા
ગઝલ-વાળી વરતાણી ગઝલ છે
જાગૃતિ મારુ "જાગુ"
તા.૨૦/૧૨/૨૦૨૦ રવિવાર