અટવાયો છે, કાળા માથા નો માનવી;
કૉન્ક્રીટનાં જંગલોમાં, કેવો જોને!
ભૂલો પડ્યો છે, બુદ્ધિશાળી માનવી;
જીંદગીની આંટી-ઘૂંટીમાં, કેવો જોને!
ભાગી રહ્યો છે, પ્રયત્નશીલ માનવી;
આ જીવનરૂપી રેસમાં, કેવો જોને!
અજંપ બન્યો છે, લાગણીશીલ માનવી;
સંબંધોની માયાજાળમાં, કેવો જોને!
દિશાહીન બન્યો છે, દૂરદ્રષ્ટા માનવી;
જીંદગીની શતરંજમાં, કેવો જોને!
કરવું શું છે! ક્યાં જવું છે! માનવી;
જીવનની ભાગાદોડમાં, ક્યાં ખબર છે!!
✍️-ખ્યાતિ સોની"લાડુ"