વરદાન
બેકાર જિંદગીમાં પગરવ થયો અજાણ્યો,
આવ્યો તું અને મળ્યો મુકામ મને પોતાનો...
લોકો કહે મને બેડોળ છુપાવતી હું ખુદને,
પણ મળી જ્યારે આંખો તારી સાથે,
મારી ખૂબસૂરતી સમજાઈ મને...
ક્યાંય સુધી તે નિહાળી મને અને મેં તને,
ભૂલ સમજાઈ ગઈ મારી મને...
મુસીબત નહિ વરદાન છે તું પ્યારું,
સંતાન નહીં ભગવાન છે તું મારુ...
(એક માતા તરફથી સંતાનને સમર્પિત...)