Gujarati Quote in Story by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ: બેકાર યુવાનની માનસિક સ્થિતિ
પ્રકાર: લાંબી વાર્તા
શીર્ષક: બે નાવ પર સવારી.
લેખક: નિલેશ બગથરિયા...નીલ

એક યુવાન હોંશિયાર હતો એમાં શંકાને કોઈ સ્થાન ન હતું.નામ એનું સુકેતુ.ધોરણ 10 માં સારા ગુણ આવવાથી આગળ સાયન્સ લીધું હતું, પણ પિતાની આર્થિક સંકડામણને હિસાબે
તેને ગામડાની સરકારી શાળામાં 11 સાયન્સમાં એડમિશન લીધું.પ્રથમ વર્ષે પરિણામ ઠીક ઠીક રહ્યું.અમુક વિષય શાળામાં પણ બરોબર ન ચાલતા અને એ વિષયોનું ટ્યુશન પણ ઉપલબ્ધ ન હતું.આવી વિષમ પરિસ્થિતિમાં ધોરણ 12 માં તે પર્ફોમન્સ આપી શક્યો નહીં ને ફેઈલ થયો.મનનો મક્કમ હોવાથી તે આઘાત જીરવી શક્યો હતો.
નાપાસ થયાં પછી લગભગ કોઈ કામમાં એનુ ચિત્ત ચોટતું ન હતું.પરિણામે સાવ બેકાર જિંદગી એ જીવતો રહ્યો ઉપરથી પ્રશ્નો રોજ અથડાતાં "સુકેતુ જેવો હોંશિયાર છોકરો ફેઈલ કેમ થઈ શકે?નક્કી દાળમાં કંઈક કાળું હોવું જોઈએ...."
પછી તો એ સાવ સૂનમુન રહેતો ને દિવસે ને દિવસે અતડો થતો રહ્યો.
એક દિવસ એની માતાએ તેને કહ્યું "બેટાં આમ બેકાર રહેવાં કરતાં તું બાપદાદાનો ધંધો કરે તો કેવું!". આ સલાહ તેને ગમી અને બેકારીની માનસિકતા છોડી ધંધો શીખવા મામાને ત્યાં જવા ઉપડ્યો.
લગભગ છ એક મહિના કામ શીખતાં તે બ્યુટી અને હેર કટીંગ જે એનો ખાનદાની ધંધો હતો તેમાં પાવરધો બની ગયો.પછી તો શું એ કમાવા લાગ્યો.પેલી બેકારીના છાપથી મુક્તિ પણ મળી.પણ અંદર અંદર એને આ કામ ખાસ ગમતું નહીં.એવામાં એમના પપ્પાએ તેને સમજાવ્યું કે તું પ્રવાહ બદલાવી ધોરણ 12 ની પરીક્ષા ન આપી શકે અને આર્ટસ રાખી તું ધંધો પણ કરી શકે ઈચ્છે તો.
પપ્પાની સલાહ ઘડીભર એને બે નાવ પર સવાર થવા જેવી વાત લાગી.આમ છતાં એને બાપદાદાનો ધંધો ગમતો ન હોવાથી આ વાત સ્વીકારી.ધંધો કરતાં કરતાં સમય મળે ત્યારે તે દૂકાનમાં પણ વાંચતો અને રાતે ઘરે પણ.
મહેનતું અને દૂધનો પાછો દાઝેલો સુકેતુ સારા ગુણ સાથે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉતીર્ણ થયો.પછી તો બી.એ., એમ.એ. આ બધું ધંધો કરતાં કરતાં જ કર્યું.એકમાત્ર બી.એડ. હોસ્ટેલમાં રહેવાનું થવાથી રેગ્યુલર કર્યું.
બી.એડ. થયા પછી સમસયર શિક્ષકની ભરતી આવતાં સુકેતુ પ્રાથમિક શાળામાં શિક્ષક બની ગયો.પણ પેલી બેકારીની વેદના પછી બે નાવ પર સવારી જે લગભગ નિષ્ફળતા આપે એ કરીને સફળતા મેળવી તેનો આનંદ એના ચહેરા પર ઝળકતો રહેતો.
આમ ઘડાયેલો, મંઝાયેલો શિક્ષક સુકેતુ હમેંશા એનાં વિદ્યાર્થીમાં લોકપ્રિય રહ્યો હતો.હર દરદને સાચવી હમેંશ એ સસ્મિત ઉત્તર સૌને આપતો રહ્યો....

ખમી ગયો એ દીધેલા દુનિયાએ દરદ સઘળાં
કરી મહેનત પાસા પલટાવ્યા એણે અવળાં.

Gujarati Story by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111630222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now