🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઝંઝાળ છે છતાં
તમારા ખૂદનાં સપનાં છતાં ના હાથ લાગે છે.
ઠરી વાતો ફરી ઉખડી નવાં રૂપે અવાજે છે.
હતી મીઠી અને રંગીન પળ જે હવે ખાલી,
ઉઝેડ્યાં છે દલેદલને કટારી પણ ઉગામે છે.
ખખડતી બંધ બારી સતાવી દ્વાર પાસે છે.
અને રમણે ચડી વંટોળ મોભારું ગજાવે છે,
ભમી આંખો ખમી જાગી હવે ના આવશે નક્કી,
બધી ઝંઝાળ છે રટણા અને વેગે સતાવે છે.
હતી ભારે વજા દેખી સજા સહ્યે જવાની છે,
અજાણી આંખનાં અંજન પછી પ્યાસ જાગે છે.
નહોતી ધારણા કે ખબર એ અખબારમાં આવી,
છલોછલ હોંશ પ્યાલાની કટોરો ઝેર આવે છે.
નવી ઘટના જડી હૈયું દિશા ભૂલી ધગી જાતો,
નવા ઘાટે નજારો પણ સજાઓ દાણ માગે છે.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀