Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏻

*" મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને*
*પકડ્યો વચનનો વિશ્વાસ રે"*
✍🏻 *ગંગાસતી*

માતાજી આધ્યાત્મની વાત કરે છે કહે છે કે જે શૂરવીર છે,જેનામાં યુદ્ધના મેદાનમાં જજુમવાની તાકાત છે,તેના માટે જ આ પંથ છે.જે સાચો યોદ્ધો છે શૂરવીર છે તે રણમેદાન માં નિર્ભય થઈ ઉતરી પડે છે સૌની આગળ રહે છે

કબીરસાહેબ ની વાણી માં પણ આવે છે
*" રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર"*
તેમણે પણ રણ સંગ્રામ કીધો છે

યુદ્ધમાં જેમ કટોકટીની પળો હોય છે તેમ આધ્યાત્મ યાત્રામાં પણ હોય છે.રણભૂમિ ની જેમજ જીવન મરણ નો જંગ છે.ક્યારે દેહ પડી જાય કઈ નક્કી નથી.જેથી યોદ્ધા જેવી તૈયારી,સંકલ્પ અને શક્તિ હોવી જોઈએ સાથે સતર્કતા તો ખરી જ.જેમ યુદ્ધમાં બેદરકારી મૃતયુ ને આમન્ટરણ આપે છે તેમ આદ્યતમમાં જન્મ મરણના ફેરામાં ફસાયેલ રાખે છે.યુદ્ધમાં જેમ સસ્ત્ર હોય છે પોતાની નિપુણતા ને વિશ્વાસ તેના પર હોય છે તેમ આધ્યાત્મના યોદ્ધા માટે સસ્ત્ર છે વચન...

માતાજી કહે છે જેને પકડ્યો વચનનો વિશ્વાસ રે.

વચન બસ તેના સહારે આધ્યાત્મ યાત્રામાં જંગમા બસ આગળ ને આગળ વધતા રેવું.

*" ચૌદ લોકમાં કોઈ થી બીએ નહિ રે*
*થઈ બેઠા સદગુરુના દાસ રે "*

👏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111630144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now