પ્રભુ તારી આ દુનિયામાં ઘટના ઓ બહુ ગજબ થાય છે,
મીરા ના પદ ભુલી
હવે શીલા અને મુન્ની
ગવાય છે,
બાળકો એ ભૂલ્યા ફાફડા અને મઠીયા,
ભુખ લાગે તો મેગી
અને નૂડલ્સ ચવાય છે,
ભુલી ગયા સૌ વૈદ વસાણા,
દરદ ઘટાડવા હવે
દારૂ પીવાય છે,
વાતે વાતે નખરાળી નાર રિસાય છે,
ને એના મહેણાં ભાંગવા મા બિચારો
નર પીસાય છે,
પ્રભુ જરાક તો રહેમ કર, તારું કયાં કંઈ જાય છે,
કે પછી તું એ રોજના
તમાશા જોઇ મનમાં હરખાય છે,
પ્રભુ તારી આ દુનિયામાં ઘટનાઓ બહુ ગજબ થાય છે.