ચા કે કોફી કઈ ના પૂછશો તો પણ ચાલશે,
પ્રેમથી એક ગ્લાસ પાણી આપશો તો પણ ચાલશે.
સામા મળો તો કઈ ના બોલો તો પણ ચાલશે,
બસ એક મીઠી સ્માઈલ આપશો તો પણ ચાલશે.
દુઃખમાં સાથ નહીં આપો ને તો પણ ચાલશે,
પણ આવીને "કેમ છો" એ પૂછશો તો પણ ચાલશે.
મારી પાસે આવીને નહીં બેસો ને તો પણ ચાલશે,
બસ,"તમારી સાથેજ છું" એમ કહેશો તો પણ ચાલશે.
જીવનમાં કઈ નહીં હોય ને "Ap"તો પણ ચાલશે,
બસ એક તમારી પ્રેમ ભરી "હૂંફ" હશેને તો પણ ચાલશે.
-Ankit Parmar .