નયનના બારણે આવોને વ્હાલમ
શમણાં સઘળાં સજાવોને વ્હાલમ.
રાહ તમારી હદ ઉપરાંત જોઈ છે
સમય રહેતાં હવે પધારોને વ્હાલમ.
ચિંતા હવે બહું થાય છે આ દિલને
હળવાશની પળો આપોને વ્હાલમ.
ધીમે ધીમે ચેતના જઇ રહી છે હવે
જરા! સ્પર્શી ઉરને ધડકાવોને વ્હાલમ.
સફર આ સાવ સૂમસામ ગમશે નહીં
કદમ સાથ હવે તો મેળવોને વ્હાલમ.
"નીલ"