રામ નામ મોકલુ
વાત એકબીજાને સમાન મોકલુ છું
માન આપો તો માન મોકલુ છુ
મળવાના તારીખ વાર મોકલાવજે
બાર માસ સાથે સાલ મોકલુ છું
ભેદભાવ છોડી માનવ ધર્મ પાળે
સારા સમજુને સલામ મોકલુ છુ
તીરનો મારો વરસે ચારે બાજુએ
બચવા કાજે તને ઢાલ મોકલુ છું
બેહદ છુ ભલેને હદમા જીવું છુ
સૌને હવે હુ રામ નામ મોકલુ છુ
વિનોદ વાદી "બેહદ રામપુરી"