HOL ની મહેફિલ
ક્યાંક સારું થવા જયી રહ્યું છે,
ખુશી અને ઉલાસ હવામાં મહેકી ઉઠ્યું છે.
છવીસ ડિસેમ્બર છે અમારી તારીખ
લેખકોના સપનાઓ નું છે પ્રતીક.
એક રંગ જામશે, એક મહેફિલ સજાશે,
કદાચ દિલ પણ બહારે આવીને નાચશે.
ખૂબ સમય લાગ્યો આ ગલીયારે પોહોંચતા,
પણ HOL ની ટીમેં આસાન કર્યા બધા રસ્તા.
મેઘધનુષની જેમ લેખકોની શાહી રંગ પકડી,
અને બહારે આવી દરેકની અભિવ્યક્તિ.
હવે તો સૂર તાલ અને સરગમનો મોહોલ બનશે,
ન થિરકે દિલની સાથે પગ તો તબીબ ગોતવો પડશે.
જરૂર આવજો અમારી ખુશીમાં શામિલ થવા,
સાથે કે પછી ઓનલાઇન, તમારા આશીર્વાદ આપવા.
શમીમ મર્ચન્ટ.