#મારો_કાનો
કાના તને હૈયે રાખી માન્યો છે મારો,
તોય તું કેમ કહે છે હું નથી તારો?;
સવાર પડે ને મને કાનો સાંભળે,
હૈયું કાનાના જ રંગે રંગાતું લાગે;
કાનને વાલી ગોપી અને રાધાને વાલો કાન,
મીરાંના મનમાં વાગતો એક ગિરધરના નામનો જ તાર;
ગોકુળને તું ઘેલું કરે તારી પાછળ આખુય મથુરા ડોલે,
વૃદાંવનના કાનાની વાંસળી હવે ત્રિભુવનમાં ગૂંજે;
કાળો કહું કે કામળગારો,
અરે,હસાવનાર કહું કે રડાવનાર,
નંદનો લાલો કહું કે યશોદાનો જાયો,
દેવકીનો દુલારો કહું કે વાસુદેવનો લાડલો,
કવિ જયુ કહે તને રિસાયેલી રાધાનો કાન કહું કે,
માનેલી મીરાંનો શ્યામ અને કહું તને ગોપીઘેલો એકનો એક મારો કાન!
-જયરાજસિંહ ચાવડા