Gujarati Quote in Shayri by ANAND SAMANI

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાકળ સમું એક આંસુ આવીને ઠરે છે આંખમાં
કોનું સ્મરણ રંગો પીડાનાં પાથરે છે આંખમાં?

મસ્તી, શરારત, લાગણી, આદર અને થોડી શરમ
અવસર મિલનનો આવતા, સૌ અવતરે છે આંખમાં

એને લખું તો ડાયરીના પાના પણ ઓછા પડે
ભાષા હૃદયની જયારે જયારે પાંગરે છે આંખમાં

મહેંદી ભરેલા એના હાથોમાં નિહાળ્યું બીજું નામ
બસ એ ઘડીથી, લાશ થઈ શમણાં તરે છે આંખમાં

છે આમ તો દરિયો છતાં રણથીયે લાગે આકરો
રેતીની જેમ એની પ્રતીક્ષા તરવરે છે આંખમાં

સંબંધ સઘળા સાવ પૂરા થઈ ગયા એવું નથી
જયારે મળે છે એ મને, જોયા કરે છે આંખમાં
ANAND SAMANI

Gujarati Shayri by ANAND SAMANI : 111629413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now