હવે હુ વૃદ્ધ થયો છુ.
લાગણીઓ, ભાવનાઓ અને સંબંધો ના સાગર તરી ને હવે હુ વૃદ્ધ થયો છુ.
ધ્રુજતા હાથ અને આંખો ની ઝાંખપ કમાઇ ને હવે હુ વૃદ્ધ થયો છુ.
પરિવાર ને પુર્ણ કરી પૌત્રો માં પોતાને જોઇ હવે હુ વૃદ્ધ થયો છુ.
જવાની લુંટાવી ભેગી કરેલી પુંજી ના ભાગલા પાડી હવે હુ વૃદ્ધ થયો છુ.
પોતાની જાત ને સતત વ્યસ્ત રાખનાર અાજે સાવ નવરા બેસી બેસી ને હવે હુ વૃદ્ધ થયો છુ.
"આ નિર્ણય સાચો હતો અને આ ખોટો" આ મનોદશા સાથે આવતા અનેક વિચારો ને વિચારી ને હવે હુ વૃદ્ધ થયો છુ.
વટ થી રાજા ની જેમ ખુરશી પર બેસનાર આજે ઘર ના ઓટલા પર બેસી બેસી ને હવે હુ વૃદ્ધ થયો છુ.
થોડા સેવારૂપી તો થોડા સ્વાર્થરૂપી કરેલા કર્મો ના સરવાળા કરી કરી ને હવે હુ વૃદ્ધ થયો છુ.
મોહ અને જવાબદારીઓ નો ભાર ઉતારવા ના નિર્ણય સાથે હવે હુ વૃદ્ધ થયો છુ.
કોઇપણ ક્ષણે શરીર છોડી શકે આવા મનોબળ ને પંપારતા હવે હુ વૃદ્ધ થયો છુ.
મોડા તો મોડા પણ શાંતી અને પ્રભુચરણ ની ઝંખના સાથે શ્રધ્ધા ના દ્વાર ખખડાવતા હવે હુ વૃદ્ધ થયો છુ.
(વૃદ્ધ બની ને કરેલી કલ્પનાઓ માંથી)