મા તારા ગયા પછી
લાગણીની નદી ઓચિંતા જ સુકાઈ ગઈ
ઉપવન જેવું ઘર જાણે વેરાન બની ગયું
કલ્લોલ કરતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો
એક મજબૂત સહારો મારો છીનવાઈ ગયો
જાણે પુર્ણ થઈને પણ મને અધૂરપ લાગે છે
માં ન તું વિસરાય છે ન તારી યાદો વિસરાય છે
હ્દયના કોઈ એક ખૂણે અસહ્ય દર્દ વર્તાય છે
પણ એ અનુભવવા તારી ખોટ બવ વર્તાય છે. Neha